
પ્રભુ તારી કૃપાના ગુણ અમે ગાતા રહીશુ સદા પ્રભુ તારી કૃપાના ગુણ અમે ગાતા રહીશુ સદા કેમકે તું છે દયાળુ દેવ કરવો ક્રોધ ન તારી ટેવ તારી અજબ કરુણા ના ગુણ અમે ગાતા રહીશુ સદા પ્રભુ તારી કૃપાના ગુણ અમે ગાતા રહીશુ સદા [Verse 1] જોકે મરણની ખીણમાં હું સંચરતો હોય તો પણ મોત તણો ઓછાયો મારે મન ન હોય કેમકે તું છે મારી સાથ રક્ષા કરે તારો હાથ તારી રહેમ નજર ના ગુણ અમે ગાતા રહીશુ સદા પ્રભુ તારી કૃપાના ગુણ અમે ગાતા રહીશુ સદા [Verse 2] જો કે બિછાને માંદગીના હું પડેલો હોય તો પણ ચિંતા કે અજમ્પો મારે મન ના હોય કેમકે તું છે મારી સાથ સાજો કરે તારો હાથ તારા દયા-ભાવના ગુણ અમે ગાતા રહીશુ સદા પ્રભુ તારી કૃપાના ગુણ અમે ગાતા રહીશુ સદા [Verse 3] જો કે સંકટ માં હું કદી ક્યારે ફસાયો હોય તો પણ મૂંઝવણ કે કશો ભય મારે મન ના હોય કેમકે તું છે મારી સાથ ઊગારે મને તારો હાથ તારા તારક પ્રેમ ના ગુણ અમે ગાતા રહીશુ સદા પ્રભુ તારી કૃપાના ગુણ અમે ગાતા રહીશુ સદા પ્રભુ તારી કૃપાના ગુણ અમે ગાતા રહીશુ સદા અમે ગાતા રહીશુ સદા.. અમે ગાતા રહીશુ સદા.. અમે ગાતા રહીશુ સદા..

