
પ્રણામ : ૪૦ ( રાગ : મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે ? ) [Intro] હે મારે મંદિર મહાલે રે, બસ એક જ તું હે મારે મંદિર મહાલે રે, બસ એક જ તું મારા મનનો મોર તું, મારા ચિત્તનો ચોર તું , મારું કાળજું કોરે તું, બસ….તું…તું…તું…. Refrain હે મારે મંદિર મહાલે રે, બસ એક જ તું મારે મંદિર મહાલે રે, બસ…. તું….તું…..તું…. [V1] મારી મસ્તમજા રે, બસ એક જ તું મારી મસ્તમજા રે, હા— એક જ તું…… મારા વ્યોમનો સૂરજ તું, શીતલ શરદચંદ્ર તું, મારો ધ્રુવતારક તું, બસ…. તું….. તું…..તું…. Refrain હે મારે મંદિર મહાલે રે, બસ એક જ તું મારે મંદિર મહાલે રે, બસ…. તું….તું…..તું…. [V2] મારા સુખનો સમીર રે, બસ એક જ તું મારા સુખનો સમીર રે, હા— એક જ તું…… મારા સુખનું વાદળ તું, મારા સુખની વર્ષા તું, મારો સુખકલાપી તું, બસ….તું…તું….તું…. [V3] મારો જીવનસાગર રે, બસ એક જ તું મારો જીવનસાગર રે, બસ તું તું તું મારી જીવનનૈયા તું, મારો જીવનનાવિક તું, મારો જીવનઆરો તું, બસ…. તું….તું…..તું…. Refrain હે મારે મંદિર મહાલે રે, બસ એક જ તું મારે મંદિર મહાલે રે, બસ…. તું….તું…..તું…. [ V4] મારા હૃદિયે રમે રે, બસ એક જ તું મારા હૃદિયે રમે રે, હા— એક જ તુ….. “હું” માં કરે એક તું, 'એમાં' કરે એક તું, 'સૌમાં' કરે એક તું, બસ…. તું….તું…..તું…. [V5] મારો પ્રીતમપ્યારો રે, બસ એક જ તું મારો પ્રીતમપ્યારો રે, હા— એક જ તું…… મુંમાં રહેજે એક તું મુંમાં કહેજે એક તું, મુંમાં જોજે એક તું, બસ… તું….તું…..તું…. Refrain હે મારે મંદિર મહાલે રે, બસ એક જ તું મારે મંદિર મહાલે રે, બસ…. તું….તું…..તું…. [V6] મારું જીવનધ્યેય રે, બસ એક જ તું મારું જીવનધ્યેય રે, હા— એક જ તું…… મારો જીવનઆનંદ તું, મારો બ્રહ્મઆનંદ તું મારો સહજાનંદ તું, બસ…. તું….તું…..તું…. [Outro] મારે મંદિર મહાલે રે, બસ…એક જ તું હા…..એક જ તું…… હે મારે મંદિર મહાલે રે, બસ તું….તું…..તું…. હે મારે મંદિર મહાલે રે, બસ તું….તું…..તું…. મારે મંદિર મહાલે રે, બસ એક જ તું…. [Fade Gentle end] હા — એક જ તું…… Hmmmmmm…. એક જ તું……

