Song Cover Image

કરુણા અપરંપાર

V5.5

ઓ કરુણા ના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. ઓ કરુણા ના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. ઓ કરુણા ના કરનારા ... [Verse 1] મેં પાપ કર્યા છે એવા, હું ભુલ્યો તારી સેવા; મેં પાપ કર્યા છે એવા, હું ભુલ્યો તારી સેવા; ઓ ભૂલોના ભૂલનારા તારી કરુણાનો કોઈ પાર નથી. ઓ કરુણા ના કરનારા ... [Verse 2] મને સત્ય માર્ગ ના સુજે, મુજ આતમ જ્યોતિ બુજે; મને સત્ય માર્ગ ના સુજે, મુજ આતમ જ્યોતિ બુજે; ઓ જીવન જ્યોત દેનારા તારી કરુણાનો કોઈ પાર નથી. ઓ કરુણા ના કરનારા ... [Verse 3] સંકટ મને ઘેરે જ્યારે, તું આવે મારી વ્હારે; સંકટ મને ઘેરે જ્યારે, તું આવે મારી વ્હારે; ઓ સંકટ દૂર કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી. ઓ કરુણા ના કરનારા ... [Verse 4] સંસાર માં સઘળી નિરાશા, ત્યાં જીવંત એક તુજ આશા; સંસાર માં સઘળી નિરાશા, ત્યાં જીવંત એક તુજ આશા; અમ આશ પુરી કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી. ઓ કરુણા ના કરનારા ... ઓ કરુણા ના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. ઓ કરુણા ના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. ઓ કરુણા ના કરનારા ...