
શાસ્ત્ર વચન શાસ્ત્ર વચન મારા જીવન નો એજ આનંદ છે જગત ના આનંદ બધા અધૂરા એજ મારો સાચો આનંદ છે શાસ્ત્ર વચન શાસ્ત્ર વચન મારા જીવન નો એજ આનંદ છે (Verse 1) પ્રેમ અજાયબ દેવે કીધો તારવા જગ ને પુત્ર જ દીધો જે લાવે તે પર વિશ્વાસ પામે અનંત જીવન જે ખાસ અધિકાર નથી બીજા મરણ ને થાય કદી ન તેનો નાશ આગમન હવે પ્રભુ નું પાસ માટે હું તો આનંદ કરીશ (verse 2) ખોવાયેલા ઘેટાં જેવો જંગલ માંના જૈતૂન જેવો બાથ માં લઇ ને ઊંચકી લીધો કલમ રૂપે મેળવી દીધો તેના રક્તે કર્યું સમાધાન પામ્યો દેવના કુટુંબમાં સ્થાન દેવનો તે પુત્ર મહાન માટે હું તો આનંદ કરીશ (Verse 3) અજવાળું મારા માર્ગો ને સારું દિવારૂપ મારા પગલાં ને સારું જીવંત ઝરો વચન તમારું જીવતા શીખવે જીવન મારુ સાથી વિનાનું મળે ના એક આપે ખુલાસા પર્ણ દરેક લહિયા ઘણા પણ આત્મા એક માટે હું તો આનંદ કરીશ

